
કોરોનાની બીજી લહેર છતાં ભારતીય અર્થતંત્ર પર તેની કોઇ અસર જોવા મળતી નથી, એપ્રિલમાં GST કલેક્સન રેકોર્ડ 1.41 લાખ કરોડ સ્તરે પહોચી ગયું છે, તેના પહેલા માર્ચમાં સૌથી વધુ GST કલેક્સન 1 લાખ 23000 કરોડ રહ્યું હતું, આ મંદીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્ર માટે સારા સમાચાર છે, સતત 7માં મહિને પણ GST કલેક્સન એક લાખ કરોડથી વધુ રહ્યું અને કોરોના રોગચાળા બાદ પણ સતત પાંચમી વખત 1.1 લાખ કરોડ રૂપિયાનાં આંકડાને વટાવી ગયું, જે અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો હોવાનું દર્શાવે છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે જાહેર કરેલી પ્રેસ રીલીઝ મુજબ આ વખતે 1,41,384 કરોડ રૂપિયા GST રૂપે મળ્યા છે, જેમાં CGST 27,837 કરોડ, SGST 35,621 કરોડ અને IGST 68,481 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા 29,599 કરોડ રૂપિયા સહિત) રૂપિયા અને સેસ 9,445 કરોડ (માલની આયાત પર એકત્રિત 981 કરોડ રૂપિયા સહિત) છે.
દેશમાં જ્યારથી GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધી એપ્રિલ 2021માં GST કલેક્સન સૌથી વધુ છે, છેલ્લા 6 મહિનાથી GST કલેક્સનમાં વૃધ્ધીનાં ટ્રેન્ડનાં અનુરૂપ એપ્રિલમાં GST કલેક્સન માર્ચની તુલનામાં 14% વધુ છે.


