જાંબુડા ગામ થી ભાદરા પાટીયા સુધીના રાજાશાહી વખતના અને તાલુકા મથક જવા માટે આવેલા પુલો જરજરિત થયેલ છે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની માંગણી છે કે આ પુલ બધા નવા બને તેમ જ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની માંગણી છે કે આ રસ્તો ફોર લેન થાય આ રસ્તો જામનગર કંડલા હાઇવે તરીકે ઓળખાય છે જાંબુડાના પાટીયા થઈને બાલાચડી સૈનિક સ્કૂલ થઈને ભાદરા પાટીયા થઈને કંડલા જાય છે આ રસ્તા ઉપર મારે માલવાહક વાહન કંડલા તરફ જાય છે તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની માંગણી છે કે હડીયાણા પાસે આવેલી કંકાવટી નદી ઉપર જર્જરી થયેલા છે તેમજ જોડિયા પાસે ઊંડ નદી પાસે આવેલા નાના.મોટા પુલો જર્જરીત થયેલ છે ઉડ નદી પર આવેલા પુલ ઉપર ની સેફ્ટીગાર્ડ પણ તૂટી ગયેલ હતીએ તે પણ જેવી તેવી રીપેર કરીને ફીટ કરી દેવાય છે એક તરફ ચોમાસુ આવી રહ્યું છે તો બીજી તરફ આ રસ્તા ઉપર આવેલા બ્રિજ જર્જરિત થયા છે આ પુલ ઉપર પસાર થતાં બાઈક ચાલકો ને હાલાકી ભોગવી રહ્યા છે તેમજ દરિયાકાંઠે આવેલો આ રસ્તા ઉપર પવન પણ જોરદાર હોવાના કારણે પૂલ ઉપર પસાર થવા પણ બીક લાગે છે તો એક તરફ ચોમાસું ચાલુ છે તો ચોમાસા વખતે આ રસ્તા ઉપર પાણી આવી જાય છે તેમજ ચોમાસા વખતે પુલ તૂટવાના કારણે દુર્ઘટના થશે તો જવાબદાર કોણ અને આ રસ્તો પહોળો થાય એ પણ રાજ્ય સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી પણ આજે દિન સુધી કંઈ થયું નથી તો હવે જોવવાનું કે રસ્તો ક્યારે પહોળો અને નવો બને છે.