Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ જાહેર કરેલી રિબેટ યોજના

જામ્યુકોએ જાહેર કરેલી રિબેટ યોજના

16 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ વેરો ભરપાઇ કરનાર કરદાતાને મળશે 10 થી 25 ટકા સુધીનું વળતર : ઓનલાઇન ટેક્સ ભરનારને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 એડવાન્સ વેરો ભરપાઇ કરવા પર રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. આગામી 16 એપ્રિલથી તા. 31 મે સુધી આ રિબેટ યોજના અમલમાં રહેશે. જેમાં જુદી જુદી કેટેગરીના 10 થી 25 ટકા સુધીનું રિબેટ કરદાતાઓને આપવામાં આવશે. જ્યારે ઓનલાઇન ટેક્સ ભરનારને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

- Advertisement -

જામનગર મહાપાલિકાએ જાહેર કરેલી રિબેટ યોજના અંતર્ગત 15-5 સુધીમાં મિલકતવેરો અને વોટરચાર્જની એડવાન્સ રકમ ભરપાઇ કરનાર સામાન્ય કરદાતાને 10 ટકા જ્યારે સિનિયર સિટિઝન, વિકલાંગ, બીપીએલ કાર્ડ ધારક વિધવાઓને 15 ટકા, જ્યારે ક્ધયા છાત્રાલય, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને 25 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમ જેવી સંસ્થાઓને 25 ટકા રિબેટ આપવામાં આવશે. એડવાન્સ વેરો ઓનલાઇન ભરપાઇ કરનાર કરદાતાને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તા. 15 મે પછી એડવાન્સ વેરો ભરપાઇ કરનારને તા. 31-5 સુધી જાહેર કરાયેલા વળતર કરતાં 5 ટકા ઓછુ વળતર આપવામાં આવશે.

એડવાન્સ વેરાની ચૂકવણી જામ્યુકોના કલેકશન વિભાગ, સિવિક સેન્ટર, નિયત કરાયેલી બેંકો, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાપાલિકાની વેબસાઇટ પર કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular