જૈનોના પર્યૂષણ મહાપર્વ અંતર્ગત આજે પાંચ દિવસે દેરાવાસી જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ વાંચનની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરના શેઠજી દેરાસરની બાજુમાં આવેલ પાઠશાળામાં, પેલેસ દેરાસરમાં મૂળનાયક ભગવાન મહાવીરસ્વામી છે.
ત્યાં ઉપાશ્રયમાં જન્મની ઉજવણી, પોપટ ધારશી ઉપાશ્રયમાં, કામદાર કોલોની, પટેલ કોલોની આરાધના ભવન ઉપાશ્રય વિગેરે દેરાસરોમાં જૈનોના 24માં તિર્થંકર ભગવાન મહાવીરસ્વામીના જન્મ પહેલા માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોની ઉછામણી બોલવામાં આવી હતી. ભગવાનના જન્મ બાદ મહાવીર વાંચન મહારાજ સાહેબનો દ્વારા કરવામાં આવ્યું હતું.