શું તમે ફ્રેશર છો અને જોબ ગોતી રહ્રયાં છો અને ક્ધફયુઝ છો કે સીવીમાં એકપીરીયન્સ વગર શું લખવું તો ચિંતા ન કરશો અને આ ટિપ્સને જરૂર વાંચજો જેથી તમને તમારૂં બેસ્ટ સીવી બનાવવામાં મદદ મળશે.
– સૌથી પહેલાં તમે જે ક્ષેત્રમાં એકસપર્ટ છો તેનું લીસ્ટ બનાવો. જરૂરી નથી કે તે તમારી પ્રોફેશનલ કવોલિટી જ હોય જેમ કે, તમે નેશનલ ખેલાડી રહી ચૂકયા હોય તો તેને લીસ્ટમાં સૌથી ઉપર જગ્યા આપો.
– ત્યારબાદ તમારા સીવીમાં તમારી પર્સની ડીટેઇલ ઓછામાં ઓછા શબ્દોમાં લખો.
– તમે જે ક્ષેત્રમાં જોબ શોધી રહયા છો તે ક્ષેત્રને ડીમાન્ડની સ્કીલ હોય તો તે લીસ્ટમાં સૌથી ઉપર લખવી જોઇએ.
– જો તમારી પાસે કોઇ એવી સ્કીલ છે જે કંપની માટે ઉપયોગી છે તો તેને લીસ્ટમાં ઉપર રાખો. જેમ કે, તમને કોઇ ભાષાની જાણકારી હોય કે તમે કોઇ સોફટવેરમાં એકસપર્ટ હોય તો તેને પ્રાથમિકતા આપવી જોઇએ.
– ત્યારબાદ ડિટેલમાં તમારી એકસ્ટ્રા કરીકુલર કીવીટી અને જો તમે કયાંય ઇન્ટર્નશીપ કરી હોય તો તેને અનુભવ પણ જરૂર લખો.
– તમારી પર્સનલ હોબીઝ અને અચિવમેન્ટને પણ ઓછામાં ઓછા શબ્દોમાં વર્ણવો.
– આમ, આ ટિપ્સ વાંચીને અમુક બાબતો ધ્યાનમાં રાખીને આપ સુંદર સીવી બનાવી શકો છો.