Tuesday, January 7, 2025
Homeરાષ્ટ્રીયRBI સરકારને ટ્રાન્સફર કરશે 30,307 કરોડ રૂપિયા

RBI સરકારને ટ્રાન્સફર કરશે 30,307 કરોડ રૂપિયા

- Advertisement -

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને રૂ. 30,307 કરોડનું ડિવિડન્ડ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડની 596મી બેઠક થઈ હતી. આરબીઆઈ બોર્ડની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2021-22 માટે છે. બોર્ડે આકસ્મિક જોખમ બફરને 5.5 ટકા જાળવવાનું નક્કી કર્યું છે. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરપ્લસ ફંડને ડિવિડન્ડ તરીકે સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે.

- Advertisement -

મે 2021 માં, રિઝર્વ બેંકે જુલાઈ 2020 થી માર્ચ 2021 સુધીના 9 મહિના માટે સરકારને 99,122 કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ સાથે આરબીઆઈએ નાણાકીય વર્ષના આધારે ડિવિડન્ડની ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરી હતી. તે પહેલા સેન્ટ્રલ બેંક જુલાઈ-જૂન સમયગાળાના આધારે ડિવિડન્ડ જાહેર કરતી હતી.

આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દેશની આર્થિક સ્થિતિ ઉપરાંત વૈશ્વિક પડકારો અને વર્તમાન ભૌગોલિક-રાજકીય વિકાસની સંભવિત અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં આરબીઆઈની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22 માટે વાર્ષિક અહેવાલ અને હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular