Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સરવીન્દ્ર જાડેજાનો બીસીસીઆઇના ‘એ પ્લસ’ ગ્રેડમાં સમાવેશ

રવીન્દ્ર જાડેજાનો બીસીસીઆઇના ‘એ પ્લસ’ ગ્રેડમાં સમાવેશ

- Advertisement -

BCCIએ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીના ખેલાડીઓના વાર્ષિક કરારની જાહેરાત કરી દીધી છે. 4 ખેલાડીઓને A+ ગ્રેડમાં રખાયા છે. તો 5 ખેલાડીઓને અ ગ્રેડમાં સામેલ કરાયા છે. 6 ખેલાડીઓ ઇ ગ્રેડમાં અને 11 ખેલાડીઓ ઈ ગ્રેડમાં લેવાયા છે. આ વખતે માત્ર રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને એ+ ગ્રેડમાં રખાયા છે. હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલને અ ગ્રેડમાં સામેલ કરાયા છે, તો ચેતેશ્ર્વર પુજારા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને ઇ ગ્રેડમાં રખાયા છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે. એસ. ભરત ઈસી ગ્રેડમાં છે.બીસીસીઆઈ A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ, અ ગ્રેડના ખેલાડીઓને રૂ.5 કરોડ, ઇ ગ્રેડના ખેલાડીઓને રૂ.3 કરોડ અને ઈ ગ્રેડના ખેલાડીઓને રૂ.1 કરોડ ચૂકવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular