Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરરવીન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો ઓલરાઉન્ડર નંબર-2

રવીન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો ઓલરાઉન્ડર નંબર-2

જામનગરના રવીન્દ્ર જાડેજા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. આઇસીસીએ જાહેર કરેલાં ટેસ્ટ રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા વિશ્ર્વનો બીજા નંબરનો ઓલરાઉન્ડર બની ગયો છે. આઇસીસીના ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્માએ પાંચમો અને કોહલીએ છઠ્ઠો ક્રમ જાળવી રાખ્યો હતો. રોહિત ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ પર છે. જ્યારે કોહલી પણ આરામ પર હોવાથી પ્રથમ ટેસ્ટ રમ્યો નહતો. હવે બીજા ટેસ્ટમાં તે સુકાન સંભાળી લેશે. અશ્વિને ટેસ્ટ બોલર્સની યાદીમાં બીજો ક્રમ જાળવી રાખ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જેમાં બુમરાહે પણ ભાગ લીધો નહતો. તેને એક સ્થાન પાછળ ફેંકાતા 10માં ક્રમે આવી પહોંચ્યો છે.

- Advertisement -

જ્યારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનારા શાહીન આફ્રિદીએ આઇસીસી ટેસ્ટ બોલર્સમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવી લીધું છે. રવિન્દ્ર જાડેજાને બોલર્સમાં બે સ્થાનના સુધારા સાથે 19મો ક્રમ મળ્યો હતો. જ્યારે તે ઓલરાઉન્ડર્સની યાદીમાં એક સ્થાનના સુધારા સાથે હોલ્ડર પછી બીજા ક્રમે આવી પહોંચ્યો હતો. ન્યુઝીલેન્ડના ટોમ લાથમે ભારત સામે કાનપુરમાં 95 અને 52 રનની ઈનિંગ નોંધાવી હતી. જેના કારણે તે 14મા ક્રમેથી નવમા સ્થાને આવી પહોંચ્યો છે. જેમીસન નવમા સ્થાને છે. કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી અને અડધી સદી નોંધાવનારા શ્રેયસ ઐયર બેટ્સમેન રેન્કિંગમાં 74માં ક્રમે છે. જ્યારે ગિલ 66માં તેમજ સહા 99માં સ્થાને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular