Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે સાંજે સિંધી સમાજ દ્વારા થશે રાવણદહન

જામનગરમાં આજે સાંજે સિંધી સમાજ દ્વારા થશે રાવણદહન

- Advertisement -

અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજ્યાદશમી નિમિત્તે આજરોજ જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામ-રાવણ સેનાના સરઘસ બાદ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન યોજાશે. જેને નિહાળવા શહેરીજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જામનગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા અંદાજિત 70 જેટલા વર્ષોથી દશેરાની સાંજે રાવણદહનનો કાર્યક્રમ યોજાઈ છે. જે અંતર્ગત આજરોજ પણ સિંધી સમાજ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે સાંજે 4 વાગ્યા બાદ નાનકપુરીથી રામ-રાવણ સેનાનું સરઘસ યોજાશે. જેમાં રામ-લક્ષ્મણ-હનુમાન ઉપરાંત દેવી-દેવતાઓના ફલોટસ જોડાશે. નાનકપુરીથી સિંધી સમાજના અગ્રણીઓ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. જે પવનચકકી, ખંભાળિયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદીબજાર, રણજીતરોડ, બેડી ગેઈટ સહિતના રાજમાર્ગો પર ફરી પ્રદર્શન મેદાન ખાતે પહોંચશે. જ્યાં રામ-રાવણ સેનાની લડાઈમાં તબદીલ થશે. ત્યારબાદ રાવણ-કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓનું દહન થશે.

સમગ્ર કાર્યક્રમો માટે સિંધી સમાજના ચેરમેન પરમાણંદભાઈ ખટ્ટર, સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી સહિતના આગેવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular