Monday, January 12, 2026
Homeરાજ્યખંભાળિયામાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં આવેલી સક્રિય યુવાઓની જાણીતી ધાર્મિક સંસ્થા એકતા યુવક મંડળ સાથે શ્રીરામ સેના અને સતવારા ગરબી મંડળના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા નિમિત્તે ગઈકાલે શનિવારે રાત્રે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર પાસેના ચોકમાં વિશાળકાય રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. તેનું દહન કરી, આસુરી શક્તિનો નાશ થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર આયોજન માટે ત્રણેય સંસ્થાઓના કાર્યકરોની જહેમત નોંધપાત્ર બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular