જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ) દેરાસરમાં મુળ નાયક મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. ત્યાં મેરૂપર્વત ઉપર ઉજવાય રહેલ જન્મ અભિષેકની પ્રતિકૃતિના દર્શન કરવામાં આવ્યા હતાં.
મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે આજરોજ અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવાં આવ્યું હતું. તેમજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક પ્રસંગે વિશાશ્રી માળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. પન્યાસ પ્રવર સત્વબોધીવિજયજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલ આ રથયાત્રાનો સવારે શેઠજી જૈન દેરાસર, જીપીઓ પાસેથી પ્રારંભ થયો હતો. જે ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઇચોક, પંચેશ્ર્વરટાવર, બેડી ગેઇટ, સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, મહિલા મંડળ થઇને શેઠજી જૈન દેરાસર ખાતે પૂર્ણ થઇ હતી. જૈન સમાજના સાધુ-સાધ્વીજી તેમજ ભાવિક-ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ રથયાત્રાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આજે બપોરે પેલેસ દેરાસરમાં જન્મ કલ્યાણક પૂજા ભણાવવામાં આવશે તથા રાત્રીના ભગવાનનું પારણુ સજાવવામાં આવશે અને આંગીના દર્શનનો ભાવિકો લાભ લેશે. ભાવના પણ ભણાવવામાં આવશે.