Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતરથયાત્રા : નગરચર્યાએ નિકળ્યા નાથ

રથયાત્રા : નગરચર્યાએ નિકળ્યા નાથ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી : રાજયના લોકોની સુખાકારી માટે કરી પ્રાર્થના : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી : બે વર્ષ બાદ અમદાવાદમાં નિકળેલી રથયાત્રામાં શ્રધ્ધાળુઓના ઘોડાપૂર : જગન્નાથ પુરીમાં 9 દિવસ સુધી ચાલશે રથયાત્રા ઉત્સવ

- Advertisement -

મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવારણીથી રથ સાફ કર્યા બાદ અર્થાત પહિંદ વિધિ બાદ લોખંડી પોલિસ બંદોબસ્ત ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે ભકતોને દર્શન દેવા આજે અષાઢી બીજનાં પાવન પ્રસંગે નગર ચર્યાએ નીકળ્યા ત્યારે ભકિતના ઘોડા પુર ઉમટયા હતા. બીજી તરફ ઓરિસ્સાના જગન્નાથપુરીમાં આજે બપોરે 4 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે. મોટી સંખ્યામાં ભકતો ભગવાનના ત્રણ રથને 3 કિલોમીટર સુધી દોરડા વડે ખેંચશે. 9 જૂલાઇએ ભગવાન જગન્નાથ નિજ મંદિરમાં પરત ફરશે. ભગવાન જગન્નાથજીની 145મો રથયાત્રા કોરોના મહામારી ને કારણે ભકતો સાથે પ્રથમવાર નીકળી હોવાથી સમગ્ર ભકતો દર્શનની ઝલક માટે આતુર બન્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કર્યા બાદ શણગારેલ ગજ રાજો, ભકતીના સુરો રેલાવતી ભજન મંડળીઓ, સાંસ્કળતિક દર્શન સાથે ગુજરાત પોલીસની સિદ્ધિ દર્શાવતા ટેબ્લો પણ નજરે ચઢી રહ્યા છે, ભગવાન ભકતો અને પોલીસ રક્ષકો સાથે જયાં પ્રથમ વિરામ કરવાના છે તેવા સરસપુર અર્થાત્ ભગવાનના મામાને ઘેર ભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે તમામ વ્યવસ્થા છે, રથ યાત્રા અહી વિરામ લેશે.

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજા સુખની કામના સાથે પરોઢ પહેલા મંદિરે પહોચેલ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા કોમી ભાઈચારાવાળી આ રથયાત્રામાં 25 હજાર પોલીસના બંદોબસ્ત સાથેની આ રથયાત્રા માટે સહુ પ્રથમ વખત ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવેલ. રથયાત્રા માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડરના વડા નરસિહમા કોમાર દ્વારા માર્ગ દર્શન મળેલ. સીસીટીવી, ડ્રોન, હેલિકોપ્ટર, ફેસ રેકોગનાઇઝ મશીન પણ રાખવામાં આવ્યા છે. ભગવાનની આંખો પર બંધાયેલ પાટા ખોલાયા બાદ જે ભોગ ધરાવેલ તે મગ પ્રસાદ ભાવિકો ગ્રહણ કરવા આતુર બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ પણ તેઓને કોરોનાના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાન ના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 145 મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રથયાત્રાના પર્વ નેમિત્તે સો નાગરંક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કળપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમળદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે. આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા,અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular