Wednesday, January 8, 2025
Homeરાજ્યખંભાળિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે સંપન્ન

ખંભાળિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે સંપન્ન

દેશ, વિદેશથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

- Advertisement -

ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા સાથે 56 ભોગના દર્શન તેમજ મહા આરતી અને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ભગવાન જગન્નાથજીના ધર્મોત્સવની રથયાત્રાનું ખંભાળિયામાં જાણીતી ધાર્મિક સંસ્થા ઇસ્કોનના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે 56 ભોગના દર્શન યોજવામાં આવ્યા હતા. આજે સાંજે ભગવાન જગન્નાથજીની પાંચમી રથયાત્રા નગર ગેઈટ પાસેથી પ્રસ્થાન પામી હતી. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી, પુનઃ કાનજી ચતુ ધર્મશાળા ખાતે સંપન્ન થઈ હતી.

આ રથયાત્રામાં જામનગર, રાજકોટ, પોરબંદર ઉપરાંત યુક્રેન અને રશિયાથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો હોંશભેર જોડાયા હતા. વાજતે-ગાજતે નીકળેલી આ રથયાત્રા દરમિયાન સાત હજાર જેટલા પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાંજે જગન્નાથજીની મહા આરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં પ્રમુખ માર્ગદર્શક તરીકે શ્રી વૈષ્ણવ સેવાદાસ (પ્રમુખ, ઇસ્કોન રાજકોટ અને દ્વારકાધામ) ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર આયોજન માટે ભક્ત કપિલ સાથે ગોપાલપ્રભુ, રાજેન્દ્રપ્રભુ, વૈભવપ્રભુ, મુકુંદપ્રભુ, જયસુખપ્રભુ વિગેરેની જહેમત નોંધપાત્ર બની રહી હતી. જેના પરિણામે મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા અને નગરચર્યા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular