Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરપર્યુષણ પર્વ નિમિતે જૈન સમુદાય દ્વારા રથયાત્રા

પર્યુષણ પર્વ નિમિતે જૈન સમુદાય દ્વારા રથયાત્રા

જામનગર શહેરમાં આજે વિશાશ્રીમાળી દેરાવાસી જૈન સમુદાયના સવારે તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતાં. પારણા બાદ દરવર્ષે શહેરના મુખ્ય માર્ગો પર તપસ્વીની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરતી હતી. પરંતુ આ વર્ષે કોરનાને લીધે જૈન સમુદાયે ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પાસેથી ફકત ચાંદીના રથમાં ભગવાનને બેસાડી જૈન સમુદાયના ભાઇ-બેહનો-બાળકો ચાલીને ચાંદીબજારના ચોકમાં ફરીને આ શોભાયાત્રા પૂર્ણ કરી હતી. શોભાયાત્રા જૈન સમુદાયના સાધુ મહારાજ સાહેબનો તથા સાધ્વીજી મહારાજ સાહેબો સાથે તપસ્વીઓ વગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular