કંપનીએ પોતાની ઉપર લગાવવામાં આરોપો ફગાવી દીધા હતા. કંપનીએ જણાવ્યું કે, જે મીડિયા અહેવાલ ફરતા થયા છે તે પાયાવિહોણા અને ખોટા છે. ભારત સાથે 36 રાફેલ માટે કરવામાં આવેલા સોદામાં ક્યાંય કરારનો ભંગ કરવામાં આવ્યો નથી કે તેના માટે અન્ય કોઈ નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો નથી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, જ્યારે અન્ય દેશ સાથે સોદો કરવામાં આવે છે ત્યારે ફ્રાન્સીસી એન્ટિકરપ્શન એજન્સી સહિત અન્ય સરકારી તપાસ એજન્સીઓ દ્વારા તમામ સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે. અત્યાર સુધીમાં એવા કોઈ વહીવટો વિશે વાતો આવી નથી.
જર્નલના અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં જે પેમેન્ટ કરવામાં આવ્યું હતું તે બધું જ 2013 સુધીમાં કરવામાં આવ્યું હતું. આ કંપની સાથેના ખાતાકીય વ્યવહારો તપાસમાં આવ્યા તો તે કંપની સુશેન ગુપ્તાની હતી. તેનો ઉલ્લેખ માત્ર ‘ડી’ તરીકે કરવામાં આવ્યો હતો. દા સો દ્વારા તેને 14.6 મિલિયન યૂરો આપવામાં આવ્યા હતા. સિંગાપુરની ઈન્ટરડેવ કંપનીને આ રકમ ચૂકવાઈ હતી. સૂત્રોના મતે 2004થી 2013 સુધીમાં આ રકમની ચુકવણી કરવામાં આવી હતી. ઈન્ટરડેવ કંપની એક શેલ કંપની છે અને તેનું સંચાલન સુશેનના પરિવાર દ્વારા કરવામાં આવે છે. માત્ર નાણાકીય વ્યવહારો માટે ઓનપેપર આ કંપની ચલાવાઈ રહી હોવાનો પણ દાવો કરાયો છે.