જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ઓફિસમાં નોકરી કરતી તરૂણી સાથે તેના સંચાલકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ શખ્સની ધરપકડ કરી કોવિડ પરીક્ષણ અને મેડીકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગરીબ પરિવારની તરૂણી છેલ્લાં ચાર માસથી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી આરોપી જહાંગીર યુસુફ ખફીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. શરૂઆતથી જ આરોપીએ નજર બગાડી તેને પોતાના વશમાં કરવા માટે લાલચ આપી ફ્રેન્ડશીપ કરી હતી ત્યારબાદ તેની નાદાનિયતનો લાભ ઉઠાવી છેલ્લાં બે માસથી તેના પર દુષ્કર્મ આચરતો હતો. આરોપીના વધતા જતા શારીરિક શોષણને લઇને તરૂણીએ તેના પરિવારને જાણ કરી હતી. પરિવારે તેણીને સાંત્વના આપી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તે પોતાના પરિવાર સાથે સિટી સી ડિવિઝનમાં જહાંગીર ખફી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ ગાધે તથા સ્ટાફે જહાંગીરને દબોચી લીધો હતો અને આરોપી તથા તરૂણીનું મેડીકલ પરીક્ષણ કરવા તેમજ આરોપી જહાંગીરનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે. આરોપી અને તેનો પરિવાર માથાભારેની છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આરોપી શંકર ટેકરી વિસ્તારમાં હત્યાપ્રયાસ સંબંધી કેસમાં પણ સંડોવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જામનગરમાં તરૂણી સાથે નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ
ઓફિસમાં કામ કરતી તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ: પોલીસ દ્વારા નરાધમ શખ્સની ધરપકડ