Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો - VIDEO

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો – VIDEO

કમિશનર તથા જિલ્લા પોલીસવડા દ્વારા ડેમની મુલાકાત :ઉમિયાસાગર, રંગમતિ, ફુલઝર (કોબા), કોટડાબાવીસી સહિતના ડેમો પણ સંપૂર્ણ ભરાતા દરવાજા ખોલાયા : ડેમ હેઠળ આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા 

- Advertisement -

જામનગરની જીવાદોરી સમાન રણજીતસગાર ડેમ ગઇકાલે ઓવરફલો થતાં કમિશનર તથા જિલ્લા પોલીસ વડા દ્વારા ડેમ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. અને રણજીતસાગર ડેમ હેઠળ આવતાં નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી હતી. આ ઉપરાંત રંગમતિ ડેમ પણ ભરાઇ જતાં બે દરવાજા ગઇકાલે ખોલી નાખવામાં આવ્યા હતા. તેમજ જામજોધપુરનો ઉમિયાસાગર ડેમ પણ ભરાઇ જતાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર શહેરની પ્રજા માટે જીવાદોરી સમાન અને શહેરને પાણી પુરૂં પાડતો રાજાશાહી વખતનો રણજીતસાગર ડેમ ગઇકાલે રવિવારે છલકાયો હતો. ઉપરવાસમાં સારા વરસાદને પરિણામે રણજીતસાગર ડેમમાં નવા નીરની ધીંગી આવક થવા પામી હતી. જેને લઇ ગઇકાલે રણજીતસાગર ડેમ ઓવરફલો થયો હતો. રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ રણજીતસાગર ડેમ ખાતે પહોંચ્યા હતા. રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા રણજીતસાગર ડેમ હેઠળ આવતા દડિયા, નવું મોખાણા, જુનું મોખાણા, ખીમલીયા, મોરકંડા તથા પતારીયા ચારણવાસ સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને માલમિલકતને સલામત સ્થળે ખસેડી લઇ તકેદારી રાખવા તેમજ જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને માહિતી મોકલી આપવા પણ અપીલ કરાઇ હતી. જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં શહેરીજનોમાં હરખની હેલી છવાઇ હતી. ગઇકાલે રવિવારનો રજાનો દિવસ હોય ઉપરથી રણજીતસાગરડેમ ઓવરફલો થતાં શહેરીજનો રણજીતસાગર ડેમ ખાતે ઉમટયા હતા. અને ઓરવફલો થતાં રણજીતસાગર ડેમના અદભૂત દ્રશ્યો નિહાળ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત ચંગા ગામ પાસે આવેલ રંગમતિ ડેમ પણ ભરાઇ જતાં ઉપરવાસના પાણીની આવક ચાલુ હોય ગઇકાલે રંગમતિ ડેમના પણ બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવા નાગના, જૂના નાગના તથા નવાગામ ઘેડ સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને માલમિલકતને સલામત સ્થળે ખસેડી લઇ તકેદારી રાખવા તેમજ જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને માહિતી મોકલી આપવા પણ અપીલ કરાઇ હતી.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ડેમ, ઉમિયાસાગર ડેમ, ફુલઝર (કોબા) સહિતના ડેમો પણ ભરાઇ જતાં આ ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આ ડેમના નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને માલમિલકતને સલામત સ્થળે ખસેડી લઇ તકેદારી રાખવા તેમજ જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને માહિતી મોકલી આપવા પણ અપીલ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular