કારતક સુદ એકાદસી એટલે કે, દેવદિવાળીની આજરોજ જામનગર શહેરમાં ઉજવણી થનાર હોય, શહેરમાં ઠેક-ઠેકાણે શેરડીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. દેવદિવાળીના લોકો તુલસીક્યારે શેરડી અર્પણ કરી. પૂજા-અર્ચના કરતાં હોય છે. તેમજ મંદિરોમાં પણ શેરડી ભગવાનને ધરવામાં આવે છે. દેવદિવાળી નિમિત્તે શહેરીજનોએ ઘર આંગણે તુલસીકયારેની રંગોળીઓ પણ કરી હતી. દેવદિવાળી નિમિત્તે શહેરના અનેક મંદિરોમાં તેમજ ઘરોમાં તુલસી વિવાહ, સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક આયોજનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.