Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારરિલાયન્સ દ્વારા રામોત્સવની ઉજવણી

રિલાયન્સ દ્વારા રામોત્સવની ઉજવણી

રિફાઇનરી આસપાસના 13 ગામોમાં પ્રસાદ, બટુક ભોજન, ગ્રામ ભોજન

- Advertisement -

અયોધ્યા ખાતે સદીઓની પ્રતિક્ષા બાદ થયેલી રામલલ્લાની પધરામણીને વધાવવા સમગ્ર દેશની સાથે સાથે જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિફાઇનરીની આસપાસના તેર ગામોમાં તાજેતરમાં રામોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિફાઇનરી નજીકના નાની ખાવડી, ગાગવા, ડેરા ચિકારી, કાના ચિકારી, નવાગામ, મોટી ખાવડી, પડાણા, સેતાલુસ, નવાણીયા, જોગવડ, મેઘનું ગામ, પીપળી અને સિક્કામાં લોકઉત્સવ તરીકે ઉજવાયેલ આ પ્રસંગમાં રિલાયન્સ દ્વારા સક્રિય યોગદાન અપાયું હતું.

- Advertisement -

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 12,000 રામ ભક્તોને પ્રસાદ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત 8,800 ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તમામ ગામોમાં રામધૂન, સુંદરકાંડના પાઠ, મહા આરતી, શોભાયાત્રા, ગ્રામ સુશોભન સહિતના કાર્યક્રમોમાં રિલાયન્સના ગૃપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી દ્વારા પોતાના પ્રતિનિધિઓને હાજર રાખીને કરેલા સક્રિય યોગદાનની ગ્રામજનોએ પણ સરાહના કરી હતી. દરેક ગામમાં મંદિરોમાં ધ્વજારોહણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular