ખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ સોસાયટી મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ પર્વમાં ગરબીચોક ખાતે યોજવામાં આવેલા ગણપતિના આયોજનમાં પાંચ દિવસ સુધી અનેકવિધ ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
જે અંતર્ગત આજરોજ ગુરુવારે રાત્રે “રામનાથના રાજા” ગણપતિને ફ્રુટના અન્નકૂટના દર્શન તેમજ આવતીકાલે શુક્રવારે રાત્રે 8 થી 9 વાગ્યા સુધી શહેરમાં સૌ પ્રથમ વખત 5555 દીવડાના દર્શન તથા આરતીના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર સુધી દરરોજ સવારે તથા સાંજે પૂજન તથા આરતી સહિતના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ધર્મની જનતાને રામનાથ સોસાયટી મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.