જામનગર શહેર અને જિલ્લામાં આવેલી ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લિ.ના મેનેજિંગ ડાયરેકટરપદેથી રમણિકલાલ શાહ (આર.કે. શાહ) દ્વારા 42 વર્ષની સેવા બાદ આજે રાજીનામુ આપવામાં આવતા ભૂકંપ આવી ગયો છે.
જામનગરમાં છેલ્લા 42 વર્ષથી નવાનગર બેંક સાથે જોડાયેલા અગ્રણી અને બેંકના મેનેજિંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતાં રમણિકલાલ શાહ (આર.કે. શાહ) દ્વારા બેંકના મેનેજિંગ ડાયરેકટર પદેથી રાજીનામુ આપ્યું છે. બેંકના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમની ઉંમર 80 વર્ષ થઇ હોય અને તબિયત સારી રહેતી ન હોવાથી અને લાખાબાવળ ખાતે વધારે પડતું રહેવાનું થતું હોય, આથી આ રાજીનામુ આપવામાં આવ્યું છે. આ સાથે 42 વર્ષ સુધીના તેમના કાર્યકાળ દરમિયાન સાથ અને સહકાર આપનાર બેંકના સર્વે ડાયરેકટર, શેરહોલ્ડર્સ, ખાતેદારો તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.