રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એસ્સાર કેપિટલના ડાયરેકટરએ ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યાની મુલાકાતે ગયેલા એસ્સાર કેપિટલના ડાયરેકટર પ્રશાંત રૂઇયાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, ‘આદર, શ્રધ્ધા અને આસ્થા’ સાથે અયોધ્યા રામ મંદિર ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે માનવતાના સમુદ્રમાં રહીને ધન્ય છે. આપણા ઇતિહાસમાં એક વણાંક કે જેણે આપણા સપના, ઇચ્છાઓ, આશા અને આકાંક્ષોમાં દેશને ફરી એક કરી દીધો છે.