હાપામાં રેલવે કર્મચારી દ્વારા એનપીએસ (ન્યુ પેન્શન સ્કીમ) ના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માંગણી કરી હતી.
વેસ્ટન રેલવે મઝદૂર સંઘના નેજા હેઠળ હાપા રેલવે સ્ટેશન ખાતે એનપીએસ (ન્યુ પેન્શન સ્કીમ) ના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માંગણી કરવામાં આવી હતી. હાપા રેલવે સ્ટેશન ચોક એનપીએસના વિરોધમાં રેલી યોજી રેલવે કર્મચાારીઓ દ્વારા સરકારી નીતિનો વિરોધ કર્યો હતો. તેમજ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં નહીં આવે તો આંદોલન ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ હાપાના બ્રાંચ ચેરમેન એ બી સરવૈયા તથા જીતેન્દ્ર કામદે સહિતના યુનિયનના હોદ્દેદારો તેમજ રેલવે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકાર વિરુધ્ધ સુત્રચ્ચાર પણ કર્યા હતાં.