જામનગર ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા મહિલા વિભાગ દ્વારા મંદ બુદ્ધિના બાળકોએ બનાવેલ રાખડીની ખરીદી કરવામાં આવી હતી, ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ચલાવવામાં આવતા દિવ્યાંગ, મંદબુદ્ધિના બાળકો માટેના સેન્ટરમાંથી રાખડીની ખરીદી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, ઉપાધ્યક્ષ રીટાબેન જીંજુવડિયા, પાયલબેન શર્મા, મહામંત્રી પૂર્ણિમાબેન નંદા, સભ્ય ધારાબેન પુરોહિતને પ્રવિણાબેન અને મૌસમીબેન અને ૐ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલબેન મેહતા વિગેરે હાજર રહ્યા હતા.