Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરાકેશ ઝૂનઝૂનવાલાને શેરબજારની કમાણીનો ઓડકાર આવ્યો !

રાકેશ ઝૂનઝૂનવાલાને શેરબજારની કમાણીનો ઓડકાર આવ્યો !

- Advertisement -

ભારતના શેર બજારમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા હવે મોટા પાયે પરોપકારના માર્ગ પર છે. તે પહેલા પણ ચેરિટી કરી રહ્યા છે, પરંતુ હવે તેણે ચેરિટી માટે 500 કરોડ રૂપિયાની મૂડી સાથે ફાઉન્ડેશન બનાવવાનું નક્કી કર્યું છે.
રાકેશ ઝુનઝુનવાલાએ રવિવારે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મારી પાસે પૈસા છે, પરંતુ હું તે ખર્ચ કરવા હિંમત કરી શકતો નથી. હવે ભગવાનને વધારે પૈસા માંગતો નથી, હું તાકાત માંગું છું કે હું આ કરી શકું. હું લોકોના કલ્યાણ માટે પૈસા દાન કરી શકું છું.

ઇકોનોમિક ટાઇમ્સના એક સમાચાર મુજબ, રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે તેઓ લગભગ 500 કરોડ રૂપિયાની મૂડી સાથે રેયર ફાઉન્ડેશન નામનું પરોપકારી ફાઉન્ડેશન બનાવશે. તે વ્યવસાયિક લોકો દ્વારા ચલાવવામાં આવશે અને સારા લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હશે. જોકે રાકેશ ઝુનઝુનવાલાએ આ સંસ્થા વિશે વિસ્તૃત વર્ણન નથી કર્યું, પરંતુ તેમણે તાજેતરમાં આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં જંગી રોકાણો કર્યા છે.

શેર બજારમાંથી કરોડોની કમાણી કરનાર દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ પોર્ટફોલિયો લગભગ 20000 કરોડ છે. ઝુનઝુનવાલા તેની વાર્ષિક કમાણીનો 25 ટકા હિસ્સો ભારતમાં લોકકલ્યાણ માટે દાન કરે છે. છેલ્લા 1 વર્ષમાં રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો બમણો થયો છે.

અઝીમ પ્રેમજી, શિવ નાદર જેવા ઉદ્યોગપતિઓ ભારતમાં પરોપકારી કાર્યમાં ઘણા આગળ છે. વિપ્રો, એચસીએલ ઉપરાંત રિલાયન્સનું ફાઉન્ડેશન પણ પરોપકારી કાર્યમાં રોકાયેલ છે. એક દિવસમાં રૂ.22 કરોડ અને એક વર્ષમાં રૂ. 7904 કરોડ, નાણાકીય વર્ષ 2020 માં દાન આપનાર અજીમ પ્રેમજી સૌથી ટોચ પર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular