સોશ્યલ મીડીયામાં વાયરલ કરાયેલ સમાચારો દ્વારા રાજ્યસભાના સાંસદની છબી બગાડવા અંગે રાજ્યસભા સાંસદ દ્વારા 100 કરોડની માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે કોર્ટ દ્વારા તમામ આવી પોસ્ટો 48 કલાકમાં દૂર કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી વિરૂઘ્ધ સોશ્યલ મીડીયામાં કેટલાક લોકો દ્વારા ખોટી અને બદનક્ષીભરી માહિતીઓ ફેલાવવામાં આવી હતી. જેને લઇ રાજ્યસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી દ્વારા સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરીયા, ધ ગુજરાત રીપોર્ટ મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવીન ઉર્ફે બન્ની ગજેરા સામે 100 કરોડનો માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો જે અંગે કોર્ટ દ્વારા શુક્રવારે આ કેસમાં સંડોવાયેલા તમામ વ્યકિતઓ અને સંસ્થાઓને નોટીસ તથા સમન્સ જારી કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અદાલત દ્વારા રાજ્યસભા સાંસદ વિરૂઘ્ધ કરવામાં આવેલી તમામ બદનક્ષીભરી પોસ્ટને તાત્કાલીક ધોરણે 48 કલાકમાં દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે. જેથી વચગાળાનું રક્ષણ મળ્યું હોવાનું રાજ્યસભા સાંસદે જણાવ્યું હતું.
𝗜𝗻 𝘁𝗵𝗲 ₹100-𝗰𝗿𝗼𝗿𝗲 𝗱𝗲𝗳𝗮𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝘀𝘂𝗶𝘁 𝗳𝗶𝗹𝗲𝗱 𝗯𝘆 𝗺𝗲, 𝘁𝗵𝗲 𝗛𝗼𝗻’𝗯𝗹𝗲 𝗖𝗼𝘂𝗿𝘁 𝗵𝗮𝘀 𝗼𝗿𝗱𝗲𝗿𝗲𝗱 𝘁𝗵𝗲 𝗶𝗺𝗺𝗲𝗱𝗶𝗮𝘁𝗲 𝘁𝗮𝗸𝗲𝗱𝗼𝘄𝗻 𝗼𝗳 𝗮𝗹𝗹 𝗱𝗲𝗳𝗮𝗺𝗮𝘁𝗼𝗿𝘆 𝗰𝗼𝗻𝘁𝗲𝗻𝘁 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝗺𝗲 𝗳𝗿𝗼𝗺 𝘀𝗼𝗰𝗶𝗮𝗹 𝗺𝗲𝗱𝗶𝗮…
— Parimal Nathwani (@mpparimal) December 13, 2025
રાજ્યસભા સાંસદ પરીમલભાઇ નથવાણીએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ‘X’ ઉપર મુકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું મારી પ્રમાણીકતા જાળવી રાખવા માટે પ્રતિબઘ્ધ છું અને પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા અથવા મારી પ્રતિષ્ઠાને કલંકીત કરવા દઇશ નહીં’ આ સાથે તેણે સત્ય માટે ઉભા રહેવામાં ટેકો આપનારા દરેક લોકોનો આભાર પણ વ્યકત કર્યો હતો.


