દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું ગઈકાલે નિધન થતાં સમગ્ર દેશ પરમાં એક ઉચ્ચ કોટીના રાજકીય તેમજ આર્થિક વિશ્લેષક અને સુધારાવાદી અર્થકારણીની ખોટ થવાના પ્રતિભાવો વ્યક્ત સાથે ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
ભારતના બે વખત રહી ચૂકેલા વડાપ્રધાન તેમજ આ પૂર્વે પણ નાણામંત્રી રહી અને દેશના આર્થિક વિકાસ માટે અનેક મહત્વના પગલાં લેવા સાથે વિકાસને નોંધપાત્ર ગતિ આપનારા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું ગુરુવારે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. ત્યારે આ બાબતને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટિવટ કરી, અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે ભારતના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આદરણીય રાજનેતા મનમોહનસિંહજીના નિધનથી ખૂબ જ દુ:ખ થયું. તેમની નમ્રતા અને દેશની સેવાને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.