ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલી ખેતીની જમીન ઉપર દંપતીએ ચાર વર્ષથી કબ્જો જમાવી પચાવી પાડયાના બનાવમાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા અને પ્રાઈવેટ સિકયુરિટી ચલાવતા હરપાલસિંહ દેવુભા જાડેજા નામના યુવાનની સંયુકત ખેતીની જમીન ધ્રોલ તાલુકાના જાયવા ગામ રેવન્યુ સર્વે નંબર 406 હે.આરે. ચોમી 3-10-43 જેના જૂના સર્વે નંબર 253 પૈકી 2 ની ખેતીની જમીન છેલ્લાં ચાર વર્ષથી ભૂપતસિંહ સજુભા જાડેજા અને રાજેશ્ર્વરીબા ભૂપતસિંહ જાડેજા નામના દંપતીએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. આ જમીન ખાલી કરાવવા બાબતે અવાર-નવાર કહેવા છતાં જમીન ખાલી ન કરતાં આખરે હરપાલસિંહે જામનગર કલેકટરમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી દંપતી વિરૂધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી આરંભી હતી.