રાજકોટ રેંજ આઇજી અશોકકુમાર યાદવ આજરોજ જામનગરની મુલાકાતે આવ્યાં હતાં. જામનગરમાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર સાથે તેમનું સ્વાગત કરાયું હતું. રેંજ આઈજી દ્વારા ઈન્સ્પેકશન કરી વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મુલાકાત દરમિયાન વ્યાજખોરો સામેની ઝુંબેશ હજુ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે છે. ગઈકાલે જોડિયામાં પોલીસ ચોકીનું ઉદઘાટન કર્યા બાદ આજરોજ રેંજ આઈજી દ્વારા જામનગર શહેર ખાતે ઈન્સ્પેકશન કર્યુ હતું. જામનગર આવી પહોંચેલા રેંજ આઈજીને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રેંજ આઈજી દ્વારા ઈન્સ્પેકશનની સાથે-સાથે જિલ્લા પોલીસવડા સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણાઓ પણ કરી હતી.
જામનગરની મુલાકાતે આવેલા રેંજ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુુંબેશ હજુ પણ ચાલુ રહેશે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ આવેલી અરજીઓ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.