જામનગર શહેરમાં ક્રિકેટ બંગલા ખાતે રાજેન્દ્ર જાડેજા કપ ઓપન સિનિયર સિઝન બોલ વન ડે નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડનો આજથી પ્રારંભ થયો હતો. સવારે 8-30 વાગ્યે અગ્રણીઓ દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) અને જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજેન્દ્ર જાડેજા કપ ઓપન સિનિયર સિઝન બોલ વન ડે નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત બાકી રહેલી મેચો (ફાઇનલ રાઉન્ડ)નો આજથી પ્રારંભ થયો હતો. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આયોજિત આ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડના મુકાબલામાં આજે જેએમસી જામનગર અને રાજકોટ વચ્ચેની મેચનો સવારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ બન્ને ટીમોના ખેલાડીઓની મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. આ મેચમાં જેએમસી જામનગરની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ લીધી તી.