ગરમી અને ઉકળાટ બાદ દ્રારકા તાલુકા માં વરસાદ શુભ શરૂઆત કરી છે. ખાસ કરીને જેઠ સુદ માં જ સારા વરસાદની શરૂઆત થઈ જતા ખેડૂતોમાં ખુશી છે.
રાત્રિનાં ગરમી ઉકળાટ બાદ આજે સોમવારે સવારે 11 વાગયાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જે પોણા કલાકમાં અડધા ઈંચ થી એક ઈંચ વરસ્યો હતો. બપોરે 12 વાગયા બાદ વરસાદી વાતાવરણમાં ગરમી અને બફારા વચ્ચે ગાજ વીજનાં કડાકા ભડાકા ચાલુ થયા છે, વરસાદનું જોર જોતા બપોર બાદ ખાબકે તેવા એંધાણ દેખાય છે.