- Advertisement -
ખંભાળિયા તાલુકામાં તાજેતરમાં આખો શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ શ્રાવણી સરવડા તો ઠીક પરંતુ નોંધપાત્ર છાંટા પણ વરસ્યા ન હતા. જોકે હાલ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ મોસમનો કુલ સરેરાશ વરસાદ સો ટકાથી વધુ વરસી ચુક્યો છે.
આજે સવારથી ખંભાળિયા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં વરસાદી વાદળોની જમાવટ વચ્ચે હળવા ઝાપટા તથા અવિરત રીતે છાંટા વરસ્યા હતા. શહેરમાં અવારનવાર ધીમા છાંટાના કારણે માર્ગો પાણી સાથે ખરડાયેલા બની રહ્યા હતા. જેના કારણે શહેરમાં રાહદારીઓ તથા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ દ્વારકા તાલુકાનો 140 ટકા, ખંભાળિયા તાલુકાનો 135 ટકા, કલ્યાણપુર તાલુકાનો 89 ટકા તથા ભાણવડ તાલુકાનો 72 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
- Advertisement -