Friday, January 16, 2026
Homeરાજ્યગુજરાતઅતિવૃષ્ટિની સંભાવના વચ્ચે રાજયના 153 તાલુકામાં વરસાદ

અતિવૃષ્ટિની સંભાવના વચ્ચે રાજયના 153 તાલુકામાં વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 19 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ આવતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ રાજકોટના ઉપલેટામાં 4 ઇંચ વરસાદ તથા ઉમરગામમાં 35.7 ઇંચ, જામકંડોરણામાં 5.6 ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનિય છે કે હિંમતનગરમાં 5.6 ઇંચ, દાહોદમાં 54 ઇંચ વરસાદ બગસરામાં 2.9 ઇંચ, બાબરમાં 2.8 ઇંચ વરસાદ રાણાવાવમાં 2.8 ઇંચ, લાખણીમાં 2.8 ઇંચ વરસાદ પક્યો છે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા10 અને 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular