હાલ દેશમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉતરભારતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુંં છે. ત્યારે 21 થી 23 જુલાઇ દરમ્યાન હિમાચલ પ્રદેશના 2 થી 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો ગુજરાત સહિત અમુક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામયો છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જયારે આજે સવારથી જ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. રાજ્યના છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જયારે ભારતીય હવામાન વિભાગે આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો ગુજરાત, રાજસ્થાન, ઉતરપ્રદેશ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત રાજયના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ જયારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારક, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે. આથી લઇને 27મી જુલાઇ સુધી રાજયના જુદા-જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગામી કરવામાં આવી છે. તો વળી કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે.


