Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરેલવેએ જાહેર કરી નવી ગાઇડલાઇન: ટ્રેનમાં રાત્રે 10 વાગ્યા બાદ ગીત વગાડવા...

રેલવેએ જાહેર કરી નવી ગાઇડલાઇન: ટ્રેનમાં રાત્રે 10 વાગ્યા બાદ ગીત વગાડવા કે ઉંચા અવાજે વાત કરી શકાશે નહીં

- Advertisement -

ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મુસાફરોને કોઇ અસુવિધા ન થાય તેના માટે ભારતીય રેલવેએ એક ખાસ પહેલ કરી છે. હવે રાતના 10 વાગ્યા બાદ ટ્રેનમાં મોબાઇલ પર ઉંચા અવાજે ગીત સાંભળવા અથવા વાત કરવાની મનાઇ હશે જેથી તે ડબ્બામાં મુસાફરી કરતા અન્ય મુસાફરોને કોઈ પરેશાની ન થાય. રેલ્વેએ મુસાફરોની ઉઘમાં કોઈ ખલેલ ન પડે અને તે સફર દરમિયાન આરામથી સુઈ શકે તેના માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. હકીકતમાં જોઈએ તો, કેટલાય મુસાફરોની ફરિયાદ હોઈ છે કે, તેમના ડબ્બામાં મોડી રાત સુધી સહ્યાત્રીઓ ફોન પર જોર જોરથી વાતો કરતા હોય છે, અથવા ગીતો સાંભળતા હોય છે. અમુક મુસાફરોએ એવી પણ ફરિયાદ કરી હતી કે, એસ્કાર્ટ અથવા મેંટનેસના કર્મચારીઓ પણ ઉચા અવાજમાં વાતો કરતા હોય છે. આ ઉપરાંત કેટલાય મુસાફરો રાતના 10 વાગ્યા બાદ પણ લાઈટ ઓન રાખતા હોય છે, જેના કારણે ઉંઘમાં ખલેલ પડે છે. જો કે, હવે રેલ્વે તરફથી એક નવી ગાઈડલાઈન આવી ગઈ છે. જે બાદ હવે મુસાફરો આવું કરી શકશે નહીં . રેલ્વે દ્વારા રાતના 10 વાગ્યા બાદ માટે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. કોઈ પણ મુસાફરો એટલા ઉંચા અવાજે ફોન પર વાત કરી શકશે નહીં અને ગીતો સાંભળી શકશે નહીં. જેનાથી બીજાને કોઈ પરેશાની અથવા તકલીફ થાય. આ ઉપરાંત નાઈટ લેમ્પને સિવાય અન્ય કોઈ લાઈટ રાતના સમયે બંધ જ રાખવી પડશે, જેથી ડબ્બામાં રહેલા અન્ય મુસાફરો તેનાથી પરેશાન ન થાય. નવી ગાઈડલાઈન્સ અનુસાર ગ્રુપમાં સફર કરનારા મુસાફરો હવે ટ્રેનમાં 10 વાગ્યા બાદ ઉચા અવાજે વાત કરી શકાશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular