Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રેલવે ફાટક 10 જાન્યુઆરી સુધી બંધ

હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રેલવે ફાટક 10 જાન્યુઆરી સુધી બંધ

- Advertisement -

હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રેલવે ફાટક તા.10 જાન્યુઆરી સુધી બંધ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ બહાર પાડેલ નોટિસમાં જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકાની હદ્દમાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ રેલવે ક્રોસીંગ નંબર 188 પર રેલવે ઓવરબ્રિજના કામે રેલવે પોર્શનમાં ફેબ્રીકેટેડ સ્ટીલ ગર્ડર લોન્ચીંગ કરવાના થતા હોય તમામ પ્રકારના વાહનો માટે આ રેલવે ક્રોસીંગ (ફાટક) તા.10/1/2025 સુધી બંધ કરવા માટે નોટિસ બહાર પાડવામાં આવી છે. જે કોઇ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બીપીએમસી એકટ 1949 ની કલમ 392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

તમામ પ્રકારના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા રાજકોટ રોડ પરથી મહાનગર સેવા સદન સામેનો રોડ થી અન્નપૂર્ણા સર્કલ થઈ માર્કેટીંગ યાર્ડ જઈ શકાશે. તથા કાલાવડ રોડ પરથી ઠેબા જંકશન થઈ રાધિકા સ્કૂલ સામેના રોડ પરથી નયારા પેટ્રોલ પંપ થઈ માર્કેટીંગ યાર્ડ જઈ શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular