રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ હેઠળ સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સ્ટેશનો પર ઈન્ટરલોકિંગ ના કામ માટે અને રામપરડા યાર્ડના રિમોડલિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 14 જૂનથી લઈને 21 જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નં 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 15 થી 20 જૂન સુધી રદ તથા ટ્રેન નં 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 16 થી 21 જૂન સુધી રદ રહેશે.
ટ્રેન નં 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 14 થી 19 જૂન સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નં 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 15 થી 20 જૂન સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નં 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 16.06.2022 ના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય થી 2 કલાક અને 40 મિનટ મોડી ઉપડશે.
બુધવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગ માં 50 મિનિટ મોડી પડશે.
ગુરુવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગ માં 40 મિનિટ મોડી પડશે.
શુક્રવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ, ટ્રેન નં 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 30 મિનિટ, ટ્રેન નં 15045 ગોરખપુર-ઓખા 2 કલાક 40 મિનિટ અને ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડશે.
શનિવારે ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે.
રેલવે તંત્ર મુસાફરોને તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવા જણાવ્યું છે.