Friday, September 20, 2024
Homeરાષ્ટ્રીયબોરવેલમાંથી બહાર આવી જિંદગી

બોરવેલમાંથી બહાર આવી જિંદગી

છત્તીસગઢના પિહરિદ ગામની ઘટના પ00 બચાવ કર્મીઓની 104 કલાકની જહેમત ફળી : દેશમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ રેસ્કયુ અભિયાન

- Advertisement -

જાંજગીર જિલ્લાના પિહરિદ ગામમાં ખુલ્લા બોરવેલમાં પડેલા 10 વર્ષના રાહુલ સાહૂને યુદ્ધ સ્તર પર ચાલેલા અભિયાન બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. રાહુલ સાહૂ 10 જૂનના રોજ 4:00 વાગ્યે બોરવેલમાં પડી ગયો હતો.

- Advertisement -

રાહુલના સુરક્ષિત બહાર નીકળ્યા બાદ સરકાર અને વહીવટીતંત્રે રાહતનો શ્ર્વાસ લીધો છે. 10 જૂનથી સતત મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તફદયફિવીહફબવશુફક્ષની અપડેટ લઈ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી સેનાના જવાનો પણ રાહુલને બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. રાહુલને બહાર કાઢ્યા બાદ માલખરોદાથી જાંજગીર, મસ્તૂરીના રસ્તે રાહુલને બિલાસપુર લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સમાં રાહુલના માતા-પિતા તેની સાથે હતા. દેશમાં અત્યાર સુધીમાં બોરવેલમાં પડેલા બાળકોની જેટલી ઘટના બની છે તેમાં આ સૌથી વધારે સમય સુધી ચાલેલું ઓપરેશન છે. આ અગાઉ જૂલાઈ 2006માં હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રિન્સને 50 કલાકના સંઘર્ષ બાદ બચાવવામાં આવ્યો હતા. રાહુલ 60 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો હતો અને તેને ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહુલ ન બોલી શકે છે કે ન તો કંઈ સાંભળી શકે છે. રાહુલે જીવન અને મોત વચ્ચે જે સંઘર્ષ કર્યો તેને ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. તેને 11:45 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. જાંજગીર કલેક્ટર જિતેન્દ્ર શુક્લા અને એસપી વિજય અગ્રવાલ એસડીએમ રૈના જમીલ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને મોનિટરિંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી ટીમ પણ ક્યાં શાંત હતી. જો રસ્તાઓ ખડકાળ હતા તો અમારો ઈરાદો પણ મક્કમ હતો. બધાની પ્રાર્થના અને રેસ્ક્યુ ટીમના અથાક અને સમર્પિત પ્રયત્નથી રાહુલ સાહૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી અમારી કામના.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular