કોરોનાના વધતા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે ચૂંટણીને લગતા કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, દેશમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે જનસભાઓ કરવી યોગ્ય નથી. તેમણે તમામ પક્ષોના નેતાઓે પણ ચૂંટણી કાર્યક્રમો ટાળવા માટે અપીલ કરી છે. રાહુલે કહ્યુ છે કે, કોરોના સંક્રમણને જોતા બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરી રહ્યો છું. બાકી લોકોને પણ મારી અપીલ છે કે, સભાઓ ના કરો.
અમિત શાહે કહ્યુ છે કે, રાહુલ ગાંધી તો બંગાળમાં ટુરિસ્ટની જેમ પ્રચાર કરવા માટે આવે છે. બંગાળમાં એમ પણ ચૂંટણી માટે મુખ્ય જંગ ટીએમસી અને ભાજપ વચ્ચે છે. જોકે રાહુલ ગાંધીએ ઉપરોક્ત જાહેરાત કરીને બીજા રાજકીય પક્ષોને વિચારતા કરી દીધા છે.