લોકસભા ચુંટણી દરમ્યાન રાહુલ ગાંધી દ્વારા બધા મોદી.. સબંધિત ટીપ્પણી કરવામાં આવી હતી. અંગેના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલાર તાલુકાના ચુંટણી અધિકારી તેમજ સભાનું શુટિંગ કરનારના નિવેદન લેવા માટે હાઇકોર્ટમાં દાદ મંગાઈ હતી.
આજે રોજ આ બંને સાક્ષીઓના આજે નિવેદન લેવામાં આવ્યા છે સાથે જ સર તપાસ અને ઉલટ તપાસ પૂર્ણ થઇ હતી. તેના આધારે બે દિવસ બાદ એટલે કે 29 તારીખે બપોરે 3 થી 6 સુધીમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ટીપ્પણી સામે દેશભરમાં મોઢ વણિક સમાજ દ્વારા વિવિધ અદાલતોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.