વિવિધ પ્રકારની ઉપયોગી અને જરૂરી માહિતી પ્રદાન કરતી સોશિયલ મીડિયા સેવા રાડિયા ન્યુઝ સર્વિસની સોશિયલ મીડિયા સેવાને આજે છ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. છ વર્ષના આ સમયગાળામાં ખંભાળિયા સહિત જિલ્લા ઉપરાંત સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા રાડિયા ન્યુઝ સર્વિસના શુભેચ્છકો તેમજ વાંચક વર્ગના અનન્ય પ્રેમથી અગ્રક્રમે રહેવામાં સફળ બની રહેલ છે.
રાડિયા ન્યુઝ સર્વિસના આજે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રાડિયા ન્યુઝ દ્વારા સૌ વાંચક મિત્રો તેમજ શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર માની, ઋણ સ્વીકાર કરવામાં આવ્યો છે.
નવા રૂપ રંગ સાથે સદાય અગ્રેસર રહી અને લોકોને ઉપયોગી વાંચન તથા માહિતીનો રસથાળ પીરસવા કટિબદ્ધ હોવાની ખાતરી પણ રાડિયા ન્યુઝ પરિવાર દ્વારા આપવામાં આવી છે.