Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસરકારી કામોમાં વપરાતા મટિરિયલમાં ભાવ વધારો સહિતના પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા સ્વિકાર

સરકારી કામોમાં વપરાતા મટિરિયલમાં ભાવ વધારો સહિતના પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા સ્વિકાર

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો.ના કોન્ટ્રાકટરોની રજૂઆતને સફળતા

- Advertisement -

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના કોન્ટ્રાકટરો દ્વારા રાજ્યમાં ચાલતાં સરકારી કામોમાં વપરાતા મટિરિયલ્સમાં ભાવ વધારો આપવા તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ કરેલ રજૂઆતોનો સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવતાં સરકારી કોન્ટ્રાકટરોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને એસો.ના હોદેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ માર્ગ-મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો.ના કોન્ટ્રાકટરો દ્વારા રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન તથા મટિરિયલ્સમાં ભાવ વધારો આપવા માગણી કરી હતી. જેને ધ્યાને લઇ ગુજરાત સરકાર તમામ વિભાગોમાં ચાલતા કામોમાં જાન્યુઆરી-2021 થી સપ્ટેમ્બર-2022 સુધીના 21 માસના કામોમાં સિમેન્ટ, સ્ટીલ અને ડામરમાં સ્ટારરેટ આપવા નિર્ણય કરાયો છે. તેમજ સ્ટારરેટની લિમિટ દૂર કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ઇન્ડેકસ પ્રમાણે ભાવવધારો અપાશે. ગુજરાત સરકારના કામોમાં 12 મહિનાથી વધુથી સમય મર્યાદાવાળા કામોમાં પ્રાઇસ એસકેલેશન આપવામાં આવે છે. જેની સિલિંગ 5 ટકા યથાવત્ રાખી છે. સ્ટાર્ન્ડ બિડીંગ ડોક્યુમેન્ટનો અમલ કરાવવા માગણી કરી હતી. તે પ્રક્રિયા ચાલુ કરાઇ છે. જે તા. 1-4-2022 પછીના ટેન્ડરોમાં અમલ થશે. આ ઉપરાંત ટેન્ડરોની કિંમત જીએસટી સિવાયની કરવા માગણી કરાઇ હતી. જે ટેન્ડર અંદાજ માટે મંજૂર કરાઇ છે.

- Advertisement -

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના હકારાત્મક અભિગમથી ગુજરાત સરકારના જાહેર બાંધકામના વિકાસલક્ષી કામો ઝડપથી અને સમયસર પુરા કરી શકાશે અને ગુજરાત રાજ્યના વિકાસને તેમજ તેનાથી રાષ્ટ્રના વિકાસને પણ ઝડપી બનાવી શકાશે. અમારી તા.08-01-2022થી ટેન્ડર નહિ ભરવાની ઝુબેશ પરત લઈએ છીએ. અંદાજે 10000 કરોડથી (3500 થી વધારે ટેન્ડરો) વધારે ર઼પિયાના કામો ઓનલાઇ હતા જે હવે ટેન્ડરો કોન્ટ્રાકટરો દ્ધારા ભરવાના ચાલુ થશે.

ભાવ વધારાનો અમલ મહાનગરપાલિકા, નગરપાલિકા, નિગમો, સર્વશિક્ષા અભિયાન, અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી, જેટકો, જી.ઇ.સી.એલ, જી.આઇ.ડી.સી., પી.આઈ.યુ., ફિશરીશ ડીપાર્ટમેન્ટ, ટુરિઝમ, પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ, પોલીસ હાઉસિંગ, જી.ડબલ્યુ.એસ.એસ.બી. સિંચાઇ, નર્મદા નિગમ, જી.યુ.ડી.એલ. વગેરે તમામમાં લાગુ પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular