Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરનો ક્રિકેટર પુષ્પરાજ કહે છે 'ક્રિકેટમે પુષ્પરાજ ઝુકેગા નહી, ઔર રૂકેગા ભી...

જામનગરનો ક્રિકેટર પુષ્પરાજ કહે છે ‘ક્રિકેટમે પુષ્પરાજ ઝુકેગા નહી, ઔર રૂકેગા ભી નહી’

ત્રણ ટીમ વચ્ચે રમાયેલ અન્ડર-16 મુકાબલામાં પુષ્પરાજ જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે જામનગરની શાનદાર જીત : પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં અને 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટ લઈ બોલિંગમાં પોતાનો દમખમ દેખાડ્યો

- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત અન્ડર-16માં જામનગરના પુષ્પરાજે પોતાનો દમ દેખાડયો છે, અને પોતાના સર્વે શ્રેષ્ઠ પ્રદર્શન થકી જામનગરની ટીમને ઝળહળતો વિજય અપાવ્યો છે. જામનગરમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન દ્વારા સંચાલિત અન્ડર -16 ઈન્ટર ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમા જામનગર ડીસ્ટ્રીક, જુનાગઢ ડીસ્ટ્રીક અને જુનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો, જેમાં જામનગરની ટીમે શાનદાર જીત મેળવી હતી. જામનગરના યુવા ક્રિકેટર પુષ્પરાજ જાડેજાએ પોતાનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ દેખાડ્યુ હતું. ઓલરાઉન્ડર પુષ્પારાજે વિજય વેળાએ કહ્યુ કે “મેં ઝુકેગા નહી, ઔર ક્રિકેટમેં તો રૂકેગા ભી નહી”

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન-ક્રિકેટ બંગલો ખાતે બી.સી.સી.આઈ. અંતગર્ત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા સંચાલિત અંડર-6 (બોર્યસ) માટેની ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુનાર્મેન્ટ ત્રણ ટીમો સામે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં જામનગર, જુનાગઢ અને જુનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાયા હતા. જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટની ટીમે શાનદાર દેખાવ સાથે માનભેર જીત મેળવી હતી. સામે જુનાગઢ અને જુનાગઢ રૂરલ પુરી ટિમ 40 ઓવરની રમતા પહેલાં જ ઓલઆઉટ થઇ હતી.

પુષ્પરાજ ફલાવર નહી ફાયર હૈ. જે તેણે પોતાના દમદાર પર્ફોર્મેન્સથી સાબિત કર્યુ

- Advertisement -

જામનગર -જુનાગઢની પ્રમથ મેચમાં પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં પોતાનો દમ દર્શાવ્યો હતો. તો 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટ મેળવીને બોલીંગમાં પુષ્પારાજે કહ્યુ કે ક્રિકેટમેં રૂકેગા નહી.

જામનગરે ક્રિકેટ જગતને અનેક ક્રિકેટરો આપ્યા છે. ત્યારે આગામી સમય પણ ક્રિકેટમાં જામનગરનુ નામ અને માન જાળવી રાખવા માટે પુષ્પરાજ મહેનત અને પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષથી તે જામનગર ક્રિકેટ એસોસિયેશનમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યો છે. થોડા સમય પહેલા જ કોરોનામાં માતા-પિતા નો આશરો ગુમાવનાર પુષ્પારાજે ક્રિકેટ પ્રત્યે પોતના શોખ અને મહેનતથી આગળ વધ્યો છે. કે.એલ. રાહુલને પોતાનો પ્રેરણાસ્ત્રોત માનનાર પુષ્પરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનુ અને જામનગરનુ નામ રોશન કરવાના સપના સાથે સતત મહેનત અને પ્રયાસ કરે છે. પુષ્પરાજ જાડેજા ઓપનીંગ બેસ્ટમેન તરીકે પણ સારૂ પર્ફોમેન્સ કરે છે. તો તેની બોલીંગથી પણ સારા સારા ખૈલાડીઓની વિકેટ લેવાની આવડત ધરાવે છે. આ તો ફીલ્મનો પુષ્પરાજ કયારે ઝુકતા નથી. પરંતુ ક્રિકેટનો પુષ્પારાજ ફીલ્ડીંગ માટે ઝુકી પણ જાય અને રન રોકવા મજબુત દિવાલ બની જાય છે.

- Advertisement -

પ્રથમ મેચ જામનગર – જુનાગઢ વચ્ચે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી જેમાં ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને ટીમના કુલ 252 રનનો સ્કોર કર્યો હતો. તો સામે જુનાગઢની ટીમ 40 ઓવરને બદલે 33.5 ઓવરમાં જ 172 રનમાં ઓલઆઉટ થઈ હતી.

બીજો મેચ જુનાગઢ અને જુનાગઢ રૂરલ વચ્ચે રમાયો હતો. જેમાં જુનાગઢ રૂરલે પ્રથમ બેટીંગ કરીને 40 ઓવરમાંથી 33.5 ઓવરમાં 181 રન કર્યા હતા. જેમાં જુનાગઢના આર્યન ઢોલાનાએ 50 રન ફટકાર્યા હતા.સામે જુનાગઢની ટીમ 37.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉડ થઈ હતી. જેમાં મીત કારિયાએ 55 રન કર્યા હતા. જુનાગઢ રૂરલના બોલર શીવ દુસરાએ 8 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ મેળવી હતી.

ત્રીજો મેચ જામનગર- જુનાગઢ રૂરલ સામે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરીને કુલ 231 રન કર્યા હતા. જેમાં જય રાવલિયાએ 82 રન, નિશ્ચય બહૈડિયાએ 46 રન, ફટકાર્યા હતા. સામે જુનાગઢ રૂરલની ટીમ 34 ઓવરમાં 153 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં નિર્સગ કાસુંદ્રાએ 6 ઓવરમાંથી બે મેઇડન અને કુલ 12 રન આપીને 5 વિકેટ મેળવી હતી. આમ ત્રણ મેચમાંથી જામનગર ટીમ બે મેચ અને એક મેચ જુનાગઢ રૂરલ જીતી હતી. અન્ડર-16ના આ રાઉન્ડમાં જામનગરની ટીમ શાનદાર જીત સાથે આગળની મેચમાં રમશે. અન્ય બે ટીમ 40 ઓવરના મેચમાં પુરી 40 ઓવર રમ્યા પહેલા ઓલઆઉટ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular