નેપાળના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ નાટકીય જોવા મળ્યો હતો. બપોર સુધી શેર બહાદુર દેઉબાના વડાપ્રધાન બનવાનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જોકે ઈઙગ-માઓઈસ્ટ સેન્ટરના પ્રમુખ પુષ્પ કમલ દહલે નારાજ થઈને બેઠક છોડી દીધી અને ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી હતી. કેપી શર્મા ઓલીની પાર્ટી ઈઙગ-ઞખકના સમર્થનથી પ્રચંડ હવે વડાપ્રધાન બન્યા છે.
નેપાળના રાષ્ટ્રપતિએ પુષ્પ કમલ દહલને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, દહલ સોમવારે સાંજે 4 વાગ્યે પીએમ પદના શપથ લેશે. પુષ્પ કમલ દહલ પ્રચંડે નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીને સાંસદોના સમર્થનનો પત્ર પણ સોંપ્યો હતો. આ પત્રમાં બહુમત માટે પ્રચંડના સમર્થનમાં 165 સાંસદોની સહી છે.
નેપાળના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન પદ માટે દાવેદારી કરવા તમામ પક્ષોને આજના દિવસ સુધી સમસમર્યાદા આપી હતી. ત્યારબાદ નેપાળી કોંગ્રેસ અને કેપી શર્મા ઓલીની પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધને દાવો રજૂ કર્યો ન હતો, તેથી એવા અહેવાલો સામે આવ્યા કે, સરકાર બનાવવા માટેની વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી. પુષ્પ કમલ દહલે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા કેપી શર્મા ઓલી સાથે હાથ મિલાવ્યા અને હવે નવા વડાપ્રધાન બન્યા છે. તેઓ સોમવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે.બેઠકમાં પ્રચંડ અને ઓલી વચ્ચે રોટેશનના આધારે સરકારનું નેતૃત્વ કરવા વાતચીત થઈ છે. પ્રચંડની માંગ મુજબ પ્રથમ તકે ઓલી પ્રચંડને વડાપ્રધાન બનાવવા સંમત થયા છે. નવા ગઠબંધનને 275 સભ્યોની સંસદમાંથી 165 સાંસદોનું સમર્થન છે.