Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલા ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સોને સજાનો હુકમ

જામનગરમાં મહિલા ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સોને સજાનો હુકમ

- Advertisement -

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર 8 વર્ષ પહેલા કરાયેલા હુમલાના ગુનામાં અદાલતે ત્રણ શખ્સોને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજાની હુકમ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના ધરારનગર-2 વિસ્તારમાં રહેતાં નુરજહાબેન અલ્તાફ ગોરી નામના મહિલાનો પુત્ર રમીજે વર્ષ 2014માં આશિયાના મહેબુબ શેખ સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં તે વાતનું મન દુ:ખ રાખી મહેબુબ મુસા શેખ, અબ્દુલ મુસા શેખ અને શકુર નિઝામ શેખ નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા, છરી અને પાઇપ લઇને નુરજહાબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી હુમલો કર્યો હતો અને આ હુમલામાં નુરજહાબેનના પતિ અલ્તાફભાઇ અને પુત્ર રમીજ વચ્ચે પડતાં તેમના ઉપર પણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલાના આ બનાવમાં સીટી-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતાં નુરજહાબેનના વકિલ અસરફ જુણેજા અને સરકાર તરફથી એપીપી બી.એસ.ચૌધરી દ્વારા કરાયેલી ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયધીશે ત્રણેય આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular