જામનગર જી. જી. હોસ્પિટલના નિવૃત તબીબી અધિકારી વર્ગ-2 નવીનચંદ્ર કાનજી હરિયા પાસેથી જામનગરના વેપારી કિરીટ ચમનલાલ મહેતા દ્વારા રૂા. 5,00,000 સંબંધદાવે હાથ ઉછીના લીધેલ જે રકમ માટે કિરીટ મહેતા દ્વારા ધી નવાનગર કો. ઓપરેટીવ બેંક લી.ના ત્રણ ચેકો આપ્યા હતાં. જે ચેકો નવીનચંદ્રએ તેના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના બેંક ખાતામાં રજુ કરતા નાણાંના અભાવે ચેકો પરત ફર્યા હતાં. જેથી નવીનચંદ્ર દ્વારા વકીલ મારફત નોટીસ મોકલેલ તેમ છતાં ચેકો મુજબની રકમ વસુલ નહીં આપતા જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કરતા એડી.ચીફ.જયડી.મેજીસ્ટ્રેટ આર. બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં ફરીયાદીના વકીલની વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી કીરીટ ચમનલાલ મહેતાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકોની રકમ રૂા. 5,00,000 અંકે રૂપિયા પાંચ લાખ પુરાનો દંડ ફરીયાદીને વળતર પેટે ચૂકવવા અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ. મોલીયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નૈમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતો.