Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સજા

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સજા

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ યુવરાજસિંહ ભુરૂભા ઝાલાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી જેથી સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો.

- Advertisement -

જામનગરના જજ આર.બી.ગોસાઈની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 (એક) વર્ષની જેલની સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ રૂા.123906 નો દંડ કરવામાં આવેલ તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular