જામનગરમાં મેન્ટલ હોસ્પિટલ સામે રહેતા વિપુભલાઈ જેઠાભાઈ ફળદુએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પંચકર્મ વિભાગમાં નોકરી કરતાં દિપક ઉમેદલાલ પરમારને સંબંધદાવે હાથઉછીના દોઢ લાખ રૂપિયા આપેલા જે રકમની પરત ચૂકવણી માટે દિપક પરમાર દ્વારા ઈન્ડીયન બેંક જામનગરનો ચેક દોઢ લાખ રૂપિયાનો આપેલ જે ચેક વિપુલભાઈ એ પોતાના આઈસીઆઈસીઆઈ બેંક જામનગરના ખાતામાં જમા કરાવતા નાણાના અભાવે ચેક પરત ફરેલ જેથી વિપુલભાઈ એ પોતાના વકીલ મારફત દિપક પરમારને નોટિસ મોકલેલ જે નોટિસ મળી જવા છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા વિપુલભાઈએ જામનગરની અદાલતમાં દિપક ઉમેદલાલ પરમાર સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કરેલ જે કેસ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ સી.કે. પીપલિયાની અદાલતમાં ચાલી જતાં આરોપી દિપક ઉમેદલાલ પરમારને 6 માસની સાદી કેદની સજા તથા ચેક રકમ દોઢ લાખ પુરાનો દંડ અને દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ અલ્પેશ કે. વાડોદરિયા, અમિત ઓ કપુરીયા રોકાયા હતાં.