Tuesday, October 8, 2024
Homeરાષ્ટ્રીયપુલવામા: ગુપ્તચર તંત્રોએ આપેલી માહિતી પર ધ્યાન શા માટે ન અપાયું ?

પુલવામા: ગુપ્તચર તંત્રોએ આપેલી માહિતી પર ધ્યાન શા માટે ન અપાયું ?

- Advertisement -

પુલવામા આતંકી હુમલાની બીજી વર્ષગાંઠ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદી ગુપ્તચરતંત્રની માહિતીની અવગણના કરીને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા અને પુલવામામાં આપણા સૈનિકોને મોતને ઘાટ ઉતરી રહ્યા હતા. કોંગ્રેસ નેતાએ પૂછ્યું, વડા પ્રધાન મોદી સમજાવો કે ગુપ્તચરતંત્રની માહિતીને કેમ અવગણવામાં આવી?

- Advertisement -

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આતંકી હુમલા અંગે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આતંકવાદી હુમલા અંગેની માહિતી ગુપ્તચર વિભાગ પાસેથી મળી ચૂકી હતી. આ હોવા છતાં વડા પ્રધાન મોદીએ કોઈ પગલું ભર્યું ન હતું.

વડા પ્રધાને આપણા સૈનિકોને પુલવામામાં મરવા માટે છોડી દીધા અને પોતે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. રાહુલે પૂછ્યું કે ગુપ્તચર વિભાગના ઇનપુટ્સ પર કેમ ધ્યાન આપવામાં આવ્યું નહીં?

- Advertisement -

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 40 થી વધુ સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. હુમલાના દિવસે વડા પ્રધાન મોદી ડિસ્કવરી ચેનલ માટે બિઅર ગ્રીલની સાથે ભારતીય જંગલોમાં શૂટિંગ કરી રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular