Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્ર્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્ર્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્ર્નો સાંભળે છે તેમજ આ પ્રશ્ર્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્ર્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular